ચીનને વધુ એક ફટકો, હવે આ કેન્દ્રીય મંત્રાલયે પણ મૂક્યો ચીની ઉત્પાદનો પર પ્રતિબંધ 

ભારત-ચીન સરહદ (India-China) વિવાદનો મામલો હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ભારત સરકારે કડક વલણ અપનાવવા માંડ્યું છે અને હવે અનેક મંત્રાલયોએ પણ ચાઈનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માંડ્યો છે. તાજો કેસ MINISTRY OF CONSUMER AFFAIRS, FOOD & PUBLIC DISTRIBUTIONનો છે. આ મંત્રાલયમાં હવે તમામ ચીની ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે. 
ચીનને વધુ એક ફટકો, હવે આ કેન્દ્રીય મંત્રાલયે પણ મૂક્યો ચીની ઉત્પાદનો પર પ્રતિબંધ 

નવી દિલ્હી: ભારત-ચીન સરહદ (India-China) વિવાદનો મામલો હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ભારત સરકારે કડક વલણ અપનાવવા માંડ્યું છે અને હવે અનેક મંત્રાલયોએ પણ ચાઈનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માંડ્યો છે. તાજો કેસ MINISTRY OF CONSUMER AFFAIRS, FOOD & PUBLIC DISTRIBUTIONનો છે. આ મંત્રાલયમાં હવે તમામ ચીની ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે. 

કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક મામલાના મંત્રી રામ વિલાસ પાસવાન (Ram Vilas Paswan)એ કહ્યું કે તેમના વિભાગમાં હવે કોઈ ચીની સામાન આવશે નહીં અને આ અંગે સર્ક્યુલર પણ બહાર પાડી દેવાયો છે. આ ઉપરાંત વિદેશી વસ્તુઓને ભારતીય માપદંડ બ્યુરો દ્વારા નિર્ધારીત માપદંડો પર ચકાસવામાં આવશે. 

કેન્દ્રીય ખાદ્ય મંત્રીના આ નિર્ણય બાદ મંત્રાલય અને મંત્રાલય હેઠળ આવતા વિભાગો તથા સંગઠનોમાં જે પણ ખરીદી થશે તેમાં ચીની ઉત્પાદનો સામેલ થશે નહીં. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય હેઠળ ભારતીય ખાદ્ય નિગમ (FCI) અને સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC) જેવા સંગઠનો પણ આવે છે. 

મંત્રાલયના સર્ક્યુલરમાં કહેવાયું છે કે ચીનમાં બનેલી કોઈ પણ વસ્તુ જીઈએમ પોર્ટલ (GeM Portal) કે પછી બીજે  ક્યાયથી પણ ખરીદવામાં આવશે નહીં. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વિદેશી વસ્તુઓને માપદંડો પર પરખવા માટે નિયમો બનાવવામાં આવી રહ્યાં છે. આ નિયમો ફક્ત ચીન નહીં પરંતુ વિદેશથી આવતા તમામ સામાન પર લાગુ થશે. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે જે પ્રકારે વિદેશોમાં ભારતીય વસ્તુઓને માપદંડો પર ચકાસવામાં આવે છે તે જ રીતે અહીં પણ હવે વિદેશી વસ્તુઓને માપદંડો પર ચકાસવામાં આવશે. અત્રે જણાવવાનું કે ચીન સાથે સરહદ વિવાદ વધ્યા બાદ અનેક સરકારી વિભાગોએ ચીની કંપનીઓ સાથે કરાર તોડી નાખ્યા છે. જેમાં ભારતીય રેલવે, રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રાલય, અને બીએસએનલ સામેલ છે. ચીની કંપનીઓને સરાકરના આ કડક વલણથી કરોડો ડોલરનું નુકસાન થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news